hide hide hide

યોજનાનું નામ : જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:

બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનીયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂા.૨૦,૦૦૦ અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછુ હોય તે કોચિંગ સહાય આપવામાં આવશે.

લાયકાતના ધોરણો: ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસમેળવેલ હોવા જોઈએ.

આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૩.૦૦ લાખ કે તેથી ઓછી.